Tuesday, September 9, 2025
HomeGujaratટંકારાના હડમતીયા પાસે અજાણ્યા મોટર સાયકલ સવાર બે શખ્સોનો હુમલો, યુવાનને તીક્ષ્ણ...

ટંકારાના હડમતીયા પાસે અજાણ્યા મોટર સાયકલ સવાર બે શખ્સોનો હુમલો, યુવાનને તીક્ષ્ણ હથિયારથી ઇજા

ટંકારા: હડમતીયા ગામ નજીક અક્ષર પોલીપેક કંપનીના સુપરવાઇઝર ઉપર બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યો હતો, હાલ ઇજાગ્રસ્ત યુવકે ટંકારા પોલીસ સમક્ષ અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે ૫ સપ્ટેમ્બરના રોજ સવારે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી હરસુખભાઈ જીવણભાઈ સારલા ઉવ.૨૮ રહે-કોઠારીયા તા.વાંકાનેર વાળા હડમતીયા ગામ પાસે આવેલ અક્ષર પોલીપેક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તે નિત્યક્રમ અનુસાર રોજની જેમ સવારના પોતાના મોટરસાયકલ ઉપર નોકરીએ જતા હતા. ત્યારે હરસુખભાઈ હડમતીયા પાલણપીર પાસે માખણના કારખાના વળાંક પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક ડબલ સવારી મોટરસાયકલ આવતા, જે મોટરસાયકલની પાછળ બેસેલા અજાણ્યા ઇસમે અચાનક તીક્ષ્ણ હથિયાર વડે તેના જમણા પડખામાં ઘા કર્યો હતો. હુમલાખોર તરત જ મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલા હરસુખભાઈ પોતાના કારખાનાથી થોડે દુર હોય જેથી તેઓ કારખાને પહોચતા જ્યાંથી તરત જ તેઓને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. હાલ ફરિયાદી હરસુખભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે અજાણ્યા મોટર સાયકલ સવાર બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કારખાનાના સિક્યુરિટી નરેશભાઈને ફોન કરીને જાણ કરી. ત્યારબાદ પરિવારજનો તથા સહકર્મચારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં ફરજ પરના ડોકટરે સારવાર આપી અને ટાંકા લીધા.

ઘટનાના સમયે પીડિત બેભાન હતો અને તેને બોલવાની શક્તિ ન હોવાથી ફરિયાદ નોંધાઈ શકી નહોતી. જોકે હાલ સ્વસ્થ થતા હરસુખભાઈએ રૂબરૂ હાજરી આપી ટંકારા પોલીસ સમક્ષ બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 

 

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!