વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અલગ અલગ સ્થળોએ બનેલ અપમૃત્યુના બે બનાવની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે. જેમાં પીપળીયા રાજ ગામે ઝેરી દવા ગટગટાવીને જ્યારે રાતાવીરડા ગામે ગળેફાંસો ખાઈ એમ બે યુવકોએ આપઘાત કરી લીધા હોવાના બનાવમાં પોલીસે અ.મોતની નોંધ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ એમપી ના ખરગોન જીલ્લાના ચૈાડી મુહલે મોડી અજનગથની ના વતની હાલ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં યાશીનભાઇની વાડીએ રહેતા રૂપસીંગ કિરૂભાઇ ભુરીયા ઉવ.૩૪ નામના યુવકનું પોતાના વતનમાં મકાન ચોમાસામાં પડી ગયેલ હોય અને નવુ મકાન બનાવુ હોય પરંતુ હાલ તેની પાસે રૂપીયા ન હોય જેથી ટેન્સનમાં રહેતા હોય, ત્યારે ગઈકાલ તા.૨૧/૦૩ના રોજ આર્થિક સકળામણના કારણે પોતાની જાતે વાડીની ઓરડી પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરી લેતા રૂપસિંગનું મૃત્યુ નિલજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી સરકારી હોસ્પિટસલમાં લાવતા વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લોસેરો સીરામીકમાં ટ્રક કન્ટેઇનર ચાલક દિનેશસિંહ ગોવિંદસિંહ રાવત ઉવ.૨૭ રહે.હાલ શીવાય લોજેસ્ટીક ગાંધીધામ કચ્છ આર્કેડ મુળરહે.તીલાજીકીગોલ તા.ભીમ પોસ્ટ (રાજસ્થાન) વાળાએ કોઇપણ કારણોસર પોતાની જાતેથી પોતે ચલાવતા ટ્રક (કન્ટેનર) રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૮૫૯૪ વાળામાં પાછળના ભાગે ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હોય, ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ મામલે પ્રાથમિક વિગતો મરલવી અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.