Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા...

મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ

મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીમાં ગોકુળ મથુરા સોસાયટી વરણી એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં આવેલ ઓરડીમાં રહેતા મૂળ નેપાળનાં જરનાબેન પુર્નાભાઇ વિશ્વકર્મા નામના મહિલાને આઠેક માસ પહેલા મળમુત્ર માર્ગની બિમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું અને કિડનીની બિમારી હોય તેની સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલમાં ચાલુ હતી જેના કારણે કંટાળી જઇ મનોમન લાગી આવતા પોતાની મેળે ગઈકાલે વરણી એપાર્મેંન્ટના પાર્કીંગમાં છતમા ફીટ કરેલ પાઇપમા ચુદડી વળે ગળે ફાંસોખાઇ આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે કલ્પેશભાઇ મહાદેવભાઇ મારવાણીયા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં, માળીયા મી.માં વાધરવા ગામની સીમમાં રહેતા મૂળ ચીખલી (એમ.પી.)નાં સરદારભાઇ જીંગલાભાઇ બારૈયા ગઈકાલે કોઇ કારણ સર વાધરવા ગામની સીમમા આવેલ નર્મદા કેનાલના તળાવમા પડી જવાથી ડુબી જતા તેને તાત્કાલિક બહાર કાઢી ગ્રામજનો દ્વારા હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના મેડીકલ ઓફીસર ડો.રાહુલ પરમાર દ્વારા તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!