મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ચક્કર આવતા મગફળી કાઢવાના મશીનમાં પડી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે થાઇરોડની બીમારીથી દવા ખાઈ કંટાળી ગયેલ મહિલાએ ઝેરી પાવડર પી મોતની સોડ તાણી લીધાનું સામે આવ્યું છે.
વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામની સીમમાં આવેલ વાડીએ માગફળી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન રાજુભાઇ માલાભાઇ મેડા (ઉ.વ ૧૮) મગફળી કાઢવાના મશીન માથે ઉભા હતા તેવામાં અચાનક ચક્કર આવી જતા તે મશીનમા પડી ગયા હતા જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા માળિયા મિયાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક કિસ્સામાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા લીલાબેન હસમુખભાઇ સંઘાણી (ઉ.વ-૫૫)ને છેલા બે વર્ષથી થાઇરોડની બીમારી ભોગવતા હતા. જે થાઇરોડ રોગની બિમારીને લીધે તેઓને અવાર નવાર બિમારીની દવાઓના છૂટકે ખાવી પડતી હતી.આ બાબતે મનોમન લાગી આવતા પોતે
પોતાના રહેણાક મકાને ઘંઉમા નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો જેની ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે ખસેડાયા હતા આ સારવાર દરમિયાન તેણી નું મોત નીપજ્યું હોવાની જાહેર થયુ છે.