મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આજે અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ટંકારા તાલુકાના નેશડા (ખા) ગામે રહેતા અદિવાશી યુવાનનું બીમારીને પગલે મોત નિપજ્યું હોવાનું જ્યારે મિતાણા ગામે કારખાનામાં કામ કરતા શ્રમિકનું ચક્કર આવતા પડી ગયા બાદ મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
નેશડા (ખા) ગામે અંબારામભાઈ મોહનભાઈની વાડીએ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આદિવાસી યુવાન કુવરસિંહ મોહનસિંહ ચમકા (ઉ.વ.૩૭) નું કોઈ બીમારી સબબ મોત નિપજતા તાત્કાલિક ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં સરકારી હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક કેસની વિગત મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામેં આવેલ કારખાના કામ કરતા લલુભાઇ તેરસીંગભાઇ ગણાવા (ઉ.વ.૫૦ રહે.ગાયત્રીનગર સોસા. ટંકારા) ને એકાએક ચક્કર આવતા તે જમીન પર પડી ગયા હતા આ દરમિયાન તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે ટંકારા પોલીસે અપમૃત્યુનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.