વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ નજીક સીટી પોલીસ ટીમ દ્વારા અલગ અલગ બે દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે ઇસમોની અટક કરવામાં આવી હતી.
પ્રથમ દરોડા અંગે મળતી માહિતી અનુસાર, સીટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી હાઈસ્કૂલ પાસે આરોપી ફીરોજભાઇ મુસાભાઇ માંજોઠીયા ફકીર ઉવ-૩૮ રહે.સીટી સ્ટેશન પાસે વાંકાનેર વાળાને જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી, પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂા. ૯૧૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમરસિંહજી હાઈસ્કૂલના નાલા પાસે વર્લી મટકાના અલગ અલગ આંકડાઓ ચીઠ્ઠીમાં લખી નસીબ આધારિત જુગાર રમતા આરોપી રામજીભાઇ મનજીભાઇ ગાંગરોસા/કોળી ઉ.વ-૬૫ ધંધો-મજુરી રહે.વાંકાનેર નવાપરા વાળાને રોકડા રૂ.૧,૧૧૦/-સાથે પકડી લેવામાં આવ્યો હતો, હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને જુગારીઓની અટકાયત કરી, જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.