મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઘુંટુ રોડ પર આવેલ સીએનજી પંપ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન મહેન્દ્રનગર થી ઘુંટુ રોડ પર આવેલ સીએનજી પંપ પાસે જાહેરમાં બે ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં જઈ તેમને નામઠામ પૂછતા તેઓ શામજીભાઈ બાબુભાઈ વાધાણી (ઉ.વ.૨૪),આરીફભાઈ મહંમદભાઇ પાયક(ઉ.વ.૨૪) વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પાસેથી રોકડ રકમ ૩,૩૯૦/- રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા. જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.