Thursday, May 2, 2024
HomeGujaratમોરબીનાં વીશીપરા કુલીનગર ચોક પાસે ચકલા પોપટનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીનાં વીશીપરા કુલીનગર ચોક પાસે ચકલા પોપટનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં અનેક જગ્યાએ ચકલા પોપટના નામે જુગારના હાટડાઓ ચાલી રહયા હોવાની બાતમીના પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીશીપરા કુલીનગર ચોક પાસે ભંગાર વાળાની ડેલા નજીક દરોડો પાડ્યો હતો. અને ચકલી પોપટનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં વીશીપરા કુલીનગર ચોક પાસે ભંગાર વાળાની ડેલા નજીક બે ઈસમો જાહેરમા બેસી જુદા જુદા ચિત્રો વાળા બેનર ઉપર જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી અવેશભાઇ અબ્બાસભાઇ નોડે (રહે-મોરબી વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર બાપુના મકાન પાછળ મુળ રહે-ઝીંજુડા તા.જી.મોરબી) સ્થળ પર બેસી જુદા જુદા ચિત્રો વાળા બેનર ઉપર ઇસ્માઇલભાઇ અબુભાઇ મોવર (રહે-મોરબી વીશીપરા મદીના સોસાયટી ફારૂકભાઇ મેમણના મકાન પાસે) સાથે ચકલા પોપટનો જુગાર રમતા ઝડપાયો હતો. તેમજ આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ,૨૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!