વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર દુકાનમા ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને મોરબી એસ.ઓ.જી.નિ ટીમ ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની પૂછપરછમા એક શખ્સનું નામ ખુલતા તપાસ લંબાવી છે.
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ મહાવીર ખાણા રાજસ્થાની દાલ બાટી હોટલ પાછળ આવેલ રહેણાક દુકાન નં.ર માં ગાંજાનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને લઈને પોલીસે રેઇડ પાડી હતી. જ્યા રેઇડ દરમિયાન આરોપી ધર્મેન ઉર્ફે ધરમુ નંદકિશોર ઉર્ફે નંદરામ તીવારી (ઉવ .૨૧) તથા સુનીલ નંદકિશોર ઉર્ફે નંદરામ તીવારી (ઉ.વ.૩૨) નામના બે મધ્ય પ્રદેશના શખ્સો ઝડપાયા હતા.પોલીસે બન્નેની પૂછપરછ અને તલાશી લેતા ગાંજાનો 2 કિલો કિ.રૂ. ૨૦,૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૧,૫૦૦ તથા બન્નેના મળી રોકડા રૂપિયા ૧૫,૧૦૦ તથા એક ડીજીટલ વજન કાંટો કિ.રૂ .૧૦૦ સહિત કુલ રૂ .૩૬,૭૦૦ નો.મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ ઝપટે ચડેલ આરોપીની પૂછપરછમા જયમલસિંહ સુમેરસિંહ રાજપુત ઉર્ફે મારવાડી (મકનસર મુળ – રાજસ્થાન) એ આ જથ્થો આપ્યુ હોવાનું ખુલતા ત્રણેય ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં માં ગુન્હો રજીસ્ટર કરાવી આરોપી જયમલને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલ છે .
આ કામગીરીમાં એસ.ઓ.જી.પીઆઇ જે.એમ.આલ પીએસઆઇ પી.જી.પનારા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, પ્રિયંકાબેન પૈજા, સંદિપભાઇ માવલા તથા વાંકાનેર તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ વિઠલભાઇ સારદીયા, મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીશચંદ્રસિંહ ઝાલા ફરજ પર હાજર રહ્યા હતા.