Friday, April 19, 2024
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી-માળીયા હાઇવે પર સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પીઆઈ આઈ. એમ. કોઢિયાની સુચનાથી પીએસઆઈ આર. બી. ટપારિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના વનરાજભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે બી ડિવિજન પોલીસે મોરબી માળીયા હાઇવે ઉપર ઓસીસ સીરામીક, આવળ ટ્રાન્સપોર્ટના પાર્કિગ પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી.પોલીસે સ્થળ ઉપરથી એચ.આર.77-6060 નબરની સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ 82, ચપલા નંગ 246 કિંમત રૂ.92,285/- ની કિંમતનો દારૂ તથા સ્વીફ્ટ કાર કિંમત રૂ.2 લાખ મળીને રૂ.2,92,285 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ સ્વીફ્ટ કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના બે શખ્સો સુરેન્દ્રકુમાર ઉર્ફે બબલુ અક્ષયકુમાર સોની, કરણસિંગ ઉર્ફે રેણુ શશીરામ ખટાણા (રહે.મૂળ રાજસ્થાન, હાલ મોરબી) વાળાને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ આર. બી. ટાપરિયા, પો.હેડ.કોન્સ. કિશોરદાન ગઢવી, ઈમ્તિયાઝભાઈ જામ, અર્જુનસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ. રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા, ઋતુરાજસિંહ જાડેજા અને દેવસીભાઈ મોરી સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!