Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેરમાં અલગ અલગ બે સ્થળેથી દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેરમાં અલગ અલગ બે સ્થળેથી દારૂ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેરનાં રાતીદેવળી ગામ નજીકથી આરોપી વિજયભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૩૨, રહે. મોરબી શોભેશ્વર રોડ, લક્ષ્મી સોસાયટી) વાળાને હિરો સ્પ્લેન્ડર બાઈક પર પ્લાસ્ટિકનાં પાઉચ નંગ ૧૫૦માં કુલ દેશી દારૂ ૩૭ લીટર કિં.રૂ. ૭૪૦/- સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે દેશી દારૂ કિં.રૂ.૭૫૦/- તથા સ્પ્લેન્ડર બાઈક કિં.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસેથી આરોપી દેવસીભાઈ જકસીભાઈ વાજેલીયા (ઉ.વ.૨૬, રહે. મકતાનપર) વાળાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કાઉન્ટ્રી ક્લબ ડીલક્સ વ્હીસ્કીની બોટલ નંગ ૦૧ કિં.રૂ.૩૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!