Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂ સાથે કરતા બે ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂ સાથે કરતા બે ઝડપાયા

લાલપર ગામ સીરામીક સીટી ફ્લેટમાંથી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે બાતમીના આધારે સીરામીક સીટી જે-૧ ફ્લેટ નં. ૬૦૩ માં રેડ કરીને આરોપી મનોહરસિંહ ઉર્ફે મોહીતસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ.૨૧, ધંધો-વેપાર, રહે. સીરામીક સીટી, જે-૧ ફ્લેટ નં. ૧૦૪, લાલપર, તા.જી. મોરબી, મુળ ગામ-ચુર, તા.જામજોધપૂર) ને ઇંગ્લીશ દારૂની ફાઇન દરબારી રેર વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૧૧ કિં.રૂ. ૩૮૫૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી-હળવદ હાઈવે પર નેક્ષીયોન સીરામીક નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે અેક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-હળવદ હાઇવે, ઉચી માંડલ ગામની સીમમાં નેક્ષીયોન સીરામીક નજીક કાચા રસ્તા પાસે આરોપી ધર્મેન્દ્રભાઇ કામેશ્વર શાહ (ઉ.વ.૩૦, ધંધો-મજુરી, રહે. હાલ ઉચી માંડલ ગામની સીમમાં, મોરબી) ને ઇંગ્લીશ દારૂની શીલ પેક બોટલ નંગ-૦૪ (કિં.રૂ. ૧૨૦૦/-) ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!