ગુજરાતમાં નશાબંધીના કહેવાતા કડક પ્રતિબંધ છતાં રાજ્યમાં આવતો પરપ્રાંતનો વિદેશી દારૂ બંધ થતો નથી. પરંતુ પોલીસ તંત્ર આવા લોકો ઉપર એક બાદ ઘોસ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
પ્રથમ દરોડા અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મીતાણા ચોકડી પાસેથી એક શખ્સ દારૂનો જથ્થો લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે ચેકીંગ હાથ ધરી વેલજીભાઇ મેધજીભાઇ છીપરીયા (રહે. ગણેશપર તા.ટંકારા જી.મોરબી ) નામના શખ્સ પાસેથી પ્લાસ્ટીક ની થેલીમાં વેચાણ કરવાના ઇરાદે રાખી મુકેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની GOA Spirit of smoothness Whiskyની પ્લાસ્ટીકની રૂ.૧૮૦૦/-ની કિંમતની ૦૬ બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, હળવદ પોલીસે બાતમીના આધારે હળવદ ખારીવાડી ખાતે આવેલ જયદીપભાઈ ઉર્ફે જયેશ ચંદુભાઈ કણઝરીયાના રહેણાંક મકાને રેઇડ કરી પાસ પરમીટ કે આધાર વગર જયદીપભાઈ ઉર્ફે જયેશ ચંદુભાઈ કણઝરીયાએ વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટની વિદેશીદારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKYની રૂ.૨૪૦૦/-ની કિંમતની ૦૮ બોટલના મુદામાલને કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.