મોરબી જિલ્લામાં દારૂ-બિયર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં માળીયા મી.નાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી એક શખ્સ બિયરના જથ્થા સાથે ઝડપાયો હતો. જયારે હળવદ તાલુકાના ખેતરડી ગામની ખારો નામની સીમમાં એક ઈસમ દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રેઈડ કરી રોડ ઉપર બાવળની કાંટમા સાંતળેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ લખેલ કુલ રૂ.૧૪૦૦/-ના ૧૪ બિયરના ટીન પકડી પાડી સ્થળ પરથી અબ્દુલભાઈ અનવરભાઈ ભટ્ટી (રહે-જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર તા-માળીયા મીં. જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે હળવદ તાલુકાના ખેતરડી ગામની ખારો નામની સીમમાં વોકળામાં રેઈડ કરી રાહુલભાઈ ગણેશભાઇ દેકાવાડીયા નામના શખ્સને ગેર કાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટામાં દેશી પીવાનો રૂ.૨૦૦ની કિંમતનો ૧૦ લિટર દારૂ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના “WHITE LACE VODKA FOR SALE IN RAJASTHAN ONLY” લખેલ કુલ રૂ.૨૦૦ની કિંમતના ૨ ચપલા મળી કુલ રૂ.૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.