મોરબીમાં અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. તેવામાં ગઈકાલે વધુ એક ભયાનક અકસ્માત ટેલર અને રીક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં ટેલરે પલ્ટી મારતા રીક્ષા ટેરલ નીચે દબાઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે ટેરલ ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, ઉત્તરાયણના દિવસે જ માળીયા હળવદ રોડ ઉપર સુસવાવ પાટીયા નજીક રામદેવ હોટલની સામે હાઇવે રોડ પર ટાટા કંપનીના GJ-12-BZ-7929 નંબરના સીગ્ના ટેલરના ચાલકે કોલસા ભરેલ ટેલર પુર ઝડપે અને બેફિકરાઇ રીતે ચલાવી ટેલરને આગળ જતી GJ-36-U-5930 નંબરની રીક્ષા ઉપર પલ્ટી ખવડાવી અકસ્માત કરી રીક્ષાનો કચ્ચરઘાણ કરી નાખ્યો હતો. જયારે રીક્ષા ચાલક મોરબીના ચકમપર ખાતે રહેતા મુકેશભાઇ વિરજીભાઇ સોલંકી તથા રીક્ષામાં બેસેલ પેસેન્જર પશ્ચિમ બંગાળના દિગેન મોંડલ, બમન ગચ્છી ખાતે રહેતા ક્રિષ્નાબેન મહાદેવભાઇ મેઇતીને અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેને કારણે બંનેનું કમકમાટી ભર્યું બંનેનું મોત નીપજ્યું હતું જયારે ટેરલ ચાલક પોતાનું ટેરલ સ્થળ પર છોડી નાસી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.