Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં દ્વીચક્રીય વાહન ચોરતી ટોળકી સક્રિય : બેલા ગામની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં દ્વીચક્રીય વાહન ચોરતી ટોળકી સક્રિય : બેલા ગામની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં દ્વીચક્રીય વાહન ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. જેનાં કારણે છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે બેલા ગામની સીમમાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી થતા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બીલીયા ગામે રહેતા અલ્પેશભાઇ ભાણજીભાઇ સાણંદીયા પોતાનું GJ-03-FN-6105 નંબરનું હિરો કંપનીનું સફેદ કલરનુ ઇગ્નાઇટર બાઈક ગત તા-૧૫/૧૨/૨૦૨૨ ના રોજ બેલા ગામની સીમમાં આવેલ લોર્ડસ ઇકકો હોટલની પાછળ જીગ્સ ઇન કોર્પોરેશન નામના કારખાનાની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી જતા રહ્યા હોય જે બીજા દિવસે સવારે આવી જોતા સ્થળ પર મળી ન આવતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. છતાં બાઈક ન મળતા આખરે અલ્પેશભાઇ ભાણજીભાઇ સાણંદીયાએ અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!