Thursday, January 23, 2025
HomeGujaratમોરબી જિલ્લામા અપમૃત્યુના ત્રણ બનાવોમાં બે મહિલા અને એક પુરુષનું મોત

મોરબી જિલ્લામા અપમૃત્યુના ત્રણ બનાવોમાં બે મહિલા અને એક પુરુષનું મોત

મોરબી જિલ્લામાં ગળેફાંસો ખાઈ બે મહિલા અને એક પુરુષે જીવન ટુંકાવ્યું હતું. છેલ્લા એકાદ માસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. પોલીસ દફતરે વાંકાનેરમાં અજાણ્યા પુરુષ, મોરબીમાં સગીરા અને ખાખરાળાં ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના જિનપરામા રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવે ચંદ્રપુર રાજા પેટ્રોલપંપ પાછળ બાવળની વાડમાં અંદાજે 35થી 40 વર્ષના યુવાનનો ટુવાલ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હોવાનું જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે

જયારે બીજા કિસ્સામાં રેવા ટાઉનશીપમાં રહેતા મૂળ ફડસર ગામના બુટાભાઈ નથુભાઈ ગમારાની પુત્રી શિતલબેન બુટાભાઈ ગમારા ઉ.17 કોઈ અગમ્ય કારણોસર છતના હુક વડે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવામાં ખાખરાળા નજીક આવેલ ગ્રો મોર લેમીનેટ કારખાનાની મજુરની ઓરડીમાં એંજલબેન સીકંદરભાઇ ચૌહાણ ઉ.22 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!