મોરબીમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં મોરબી શહેરની રામચોક ચોકડી પાસે ખમણની દુકાન સામે ગાડી પાર્ક ન કરવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં બંને પક્ષે સામસામી કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મોરબીની ર્ધમાન રેસીડેન્સી બ્લોક નં -૪૦૫ ખાતે રહેતા શ્વાતીબેન પિયુષભાઈ જયંતીભાઈ નામની પરણિત મહિલા ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરશામાં તે પોતાનું હિરો માઇસ્ટ્રો ટુ વ્હીલર લઇ તેમના ઘરેથી નીકળી રામચોક ચોકડી સિધ્ધિવિનાયક કોમ્લ્પેક્ષ ખાતે આવેલ તેમની ઓફીસે આવેલ અને કોમ્પ્લેક્સની નીચે રોજીંદુ પાર્ક કરતા તે વખતે કોમ્પ્લેક્સમાં નીચે ભવાની ખમણ વાળી દુકાનમાંથી સ્મીતાબેનનાઓએ તેમની પાસે આવી જણાવેલ કે “આ તમારૂ વાહન આ જગ્યા પર પાર્ક કરવુ નહિ મારે અહિંયા મારા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા છે” જેથી ફરિયાદીએ મહિલાને ના પાડતા આરોપી સ્મિતાબેન આવેશમાં આવી જઈ પોતાના હાથમાં રહેલ પોતાના ધંધા ખમણ કાપવાની નાની પટ્ટી વાળી લાકડાના હાથા વાળી છરી લઈ આવી ફરિયાદી સાથે મારા મારી કરી માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને નવનિતભાઈ બાબુલાલ રૂપારેલીયા, કરણભાઈ નવનિતભાઈ રૂપારેલીયા તથા ધૃવભાઈ (તમામ રહે.મોરબી) એમ ત્રણેય જણાએ ફરિયાદીને પકડી રાખી આરોપી મહિલાએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, મોરબીમાં શક્તિ પ્લોટ-૦૪ આસ્થા એપાર્ટમેન્ટ -૬૦૨ શનાળા રોડ વોડાફોન ઓફિસ સામે રહેતા સ્મિતાબેન નવિનભાઈ રૂપારેલીયા નામની આધેડ મહિલાએ ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરશામાં શ્વાતીબેન પિયુષભાઈ અઘેરાને પોતાનુ હિરો માઇસ્ટ્રો ટુ વ્હીલર લઇ આવી રિધ્ધીસિધ્ધી કોમ્પ્લેક્સની નીચે પાર્ક કરતા તે વખતે કોમ્પ્લેક્સમાં નીચે ભવાની ખમણ વાળી દુકાનમાંથી ફરિયાદીએ નિકળી મહિલા પાસે આવી જણાવેલ કે, “આ તમારૂ વાહન આ જગ્યા પર પાર્ક કરશો નહિ અહિંયા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા મળી રહે” તેમ વાત કરતા સ્વાતીબેનએ આવેશમાં આવી જઈ ફરિયાદી સાથે મારા મારી કરી માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને પિયુષભાઈ જયંતીભાઈ અઘેરા, અભયભાઈ અને સૌરવભાઈ (તમામ રહે.મોરબી) નામના ત્રણેય જણાએ ફરિયાદીને પકડી રાખી આરોપી મહિલાએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.