મોરબી જિલ્લામા આજે અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને નેપાળી પરિવાર પર આભ ફાંટી પડ્યું છે.
અપમૃત્યુના કેસની પ્રાથમિક વિગત અનુસાર શહેરના દાઉદી પ્લોટમાં આવેલ રાષ્ટ્રીય શાળા વાળી શેરી પાસેના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના 2 વર્ષ ના માસૂમ બાળક નિશાંત પ્રિયેન્દ્ર સોની પાણીના ટાંકા નજીક રમી રહ્યો હતો આ દરમિયાન એકાએક કોઈ કારણસર પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું કરુંણ મોત થયું હતું.
જે ની જાણ થતા નેપાળી પરિવારમાં રોકકડાટ ફેલાયો છે બીજી તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી આદરી છે.