Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ નજીક સ્વીફ્ટ કારની હડફેટે બાઈક સવાર બે યુવક ઇજાગ્રસ્ત

મોરબીના ઉમિયા સર્કલ નજીક સ્વીફ્ટ કારની હડફેટે બાઈક સવાર બે યુવક ઇજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર મોરબીના કેનાલ રોડ ઉપર ફિંડલની વાડીએ રહેતા સુનિલભાઈ હીરાભાઈ કણજારીયા ઉવ.૨૦ અને નવનીતભાઈ ગત તા. ૦૨/૦૮ ના રોજ રાત્રીના ૧૦.૫૦વાગ્યાના અરસામાં એફ.જેડ મોટર સાઈકલ રજી.નં. જીજે-૩૬-એબી-૯૮૦૯ લઈને જતા હોય ત્યારે કેનાલ રોડ ઉમિયા સર્કલ નજીક કૈલાશ પાન પાસે રોડ ઉપર સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે-૦૩-ઈઆર-૮૨૮૬ વાળી બેદરકારી અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી એફ.જેડ મોટર સાઈકલને સામેથી ટક્કર મારતા મોટર સાયકલ ચાલક સુનિલભાઈને જમણી આંખ ઉપર ચાર ટાંકા આવે તેટલી તેમજ શરીરે છોલછાલ તેમજ મુંઢ ઈજા કરી તેમજ મોટર સાયકલમાં પાછળ બેસેલ નવનીતભાઈને પગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે હાલ સુનિલભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!