Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ટ્રેલર હડફેટે બાઈક સવાર બે યુવકોનાં મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ટ્રેલર હડફેટે બાઈક સવાર બે યુવકોનાં મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર હોક સીરામીક પાસે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેઇલર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેઈલર ચલાવી મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઇકલ સવાર બે મિત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે ટેઇલર ચાલક ટેઈલર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં જીકયાળી રામજીમંદીર પાસે રહેતા નીતેશભાઇ શીવાભાઇ જીંજવાડીયા નામના યુવકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ગત રોજ તેના ભાઈ ડાયાભાઇ તથા તેના મીત્ર સુખદેવભાઇ તેમનું જીજે-૩૬-એ.ડી-૨૯૫૩ નંબરનું હીરોહોન્ડા મોટર સાઇકલ લઈ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર હોક સીરામીક પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જીજે-૧૨-બી.ઝેડ-૫૭૪૬ નંબરના ટેઇલરના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીના ભાઈની મોટરસાઇકલને ભટકાડી ડાયાભાઇ તથા તેના મીત્ર સુખદેવભાઇ બન્નેને માથામા તથા હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્નેના મોત નિપજ્યા હતા. જયારે ટેઇલરનો ચાલક પોતાનુ ટેઇલર સ્થળ પર મુકી ભાગી ગયો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!