મોરબીના વેજીટેબલ રોડ પર એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કચ્છ માતાના મઢ ચાલીને જતાં લોકો માટે સેવા કેમ્પમાં જવાનું વિચારતા બે મિત્રો કપડાંની ખરીદી માટે જતાં હતાં ત્યારે મોબાઈલ બાબતે માથાકુટ કરી ઈરફાન દાઢી નામના વ્યકિતએ હુમલો કર્યો હતો.જેમાં શામજી ચાવડા નામનાં વ્યક્તિનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે જગદીશ નામનો યુવાન ઇજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ પર બે મિત્રો આશાપુરા મંદિરમાં સેવા કેમ્પ માટે જવાનું આયોજન કરતા હતા.ત્યારે જગદીશ અને શામજી સાથે મોબાઈલ બાબતે માથાકુટ કરી ઈરફાન દાઢી નામની વ્યક્તિએ ઝઘડો કરી જગદીશ અને શામજી ચૌહાણ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ધરમપુર ખાતે રહેતો 38 વર્ષિય શામજી ચાવડાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ ખાતે રહેતો જગદીશભાઈ ધીરુભાઈ બારોટને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનું પીએમ કરાવી ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.