Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બે બોટલ સાથે બે યુવક ઝડપાયા,સપ્લાયરનું...

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બે બોટલ સાથે બે યુવક ઝડપાયા,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં જીલ્લા સેવા સદન પાછળ આવેલ બારૈયા પાનની શેરીમાં જાહેરમાં થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે યુવકોને રોકી તલાસી લેતા પોતાની પાસે રહેલ થેલીમાંથી વિદેશી દારૂ એન્ટિક્યૂટી બ્લુ પ્રીમિયમ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૭૦૦/- મળી આવી હતી. આ સાથે બંને આરોપી ઓમદેવસિંહ અશ્વીનસિંહ જાડેજા ઉવ.૧૯ રહે.મહાવીરનગર સોસાયટી હાઉસીંગ બોર્ડ મોરબી તથા બળવંતભાઇ નાગરભાઇ સાકળીયા ઉવ.૨૫ રહે. લાલપર સ્માશન પાછળ તા.જી.મોરબીની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ મોરબી શ્રધ્ધાપાર્ક શેરી નં.૪ વીસીપરામાં રહેતા અંકિતભાઈ રાઠોડ પાસેથી મેળવેલ હોવાની કબૂલાત આપતા પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!