મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ફેમસ સીરામીકની બાજુમાં બે વ્યક્તિ ગુમ થયા હતાં.જેમના મોબાઇલ અને કપડાં કેનાલ પાસેથી મળી આવતા કેનાલમાં ડૂબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાડી રેક્સ્યું ટીમે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રિ સુધી કંઈ હાથ લાગ્યું ન હતું.જે બાદ આજે બન્ને યુવકોના મૃતદેહ સાંપડ્યા છે.
મોરબીના લાલપર ગામ પાસે ફેમસ સીરામીકની બાજુમાં બે યુવક સુરજભાઈ ઉંમર વર્ષ ૨૧ અને સાગર ભાઈ ઉંમર વર્ષ ૨૩ વાળા અગાઉની રાત્રિથી ગુમ હતા.ગઈકાલે સાંજે મોરબી ફાયર કંટ્રોલ રૂમ પર કોલ આવતાં ફાયર વિભાગને તપાસ દરમિયાન કેનાલ પાસેથી તેમના મોબાઈલ અને કપડાં મળી આવેલ હતા એના ઉપરથી કેનાલમાં ડૂબી ગયા હોવાના અંદાજો લગાવી રેસ્ક્યુ ટીમે રાત્રી સુધી કેનાલમાં તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ નહિ મળતાં ટીમ પાછી આવી ગયેલ હતી.જો કે આજે સવારે કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો કે ફાયર એક મૃતદેહ કેનાલમાં દેખાય છે તાત્કાલિક જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે ગયેલ અને એક વ્યક્તિને બહાર કાઢી આસપાસ શોધખોળ કરતા બીજો મૃતદેહ પણ ત્યાંથી જ મળી આવતા મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.