મોરબીના સોખડા ગામથી બહાદુરગઢ ગામ વચ્ચે મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-એચએલ-૬૨૮૫માં જઇ રહેલ રવિભાઈ રાજેશભાઇ વિરાણી રહે. હાલ સોખડા ગામ મૂળરહે. હળવદ તાલુકાના રણમલપુરના વતની અને તેની સાથે મનોજભાઈ જેરામભાઈ પાડલીયા એમ બન્ને યુવકો સોખડા ગામ નજીમ આવેલ ઓધવ માઇક્રોન કારખાનેથી શેરે પંજાબ હોટલ ખાતે જમીને પરત આવતા હોય ત્યારે પાછળથી આવતી આર્ટિગા કાર રજી. નં. જીજે-૦૩-એનપી-૧૫૪૫ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી આગળ જઈ રહેલા બાઇકને જોરદાર ટક્કર મારતા બંને મોટર સાયકલ સવાર યુવકો રોડ ઉપર પડી જ્યાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓ બંનેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હાલ ઇજાગ્રસ્ત રવિભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી આર્ટિગા કાર ચાલક સામે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.