Sunday, September 8, 2024
HomeGujaratહળવદના સુંદરગઢ નજીકથી યામાહા બાઇકમાં સવાર બે યુવક વિદેશી દારૂના ૪૬ ચપલા...

હળવદના સુંદરગઢ નજીકથી યામાહા બાઇકમાં સવાર બે યુવક વિદેશી દારૂના ૪૬ ચપલા સાથે ઝડપાયા

હળવદ પોલીસે સુંદરગઢ ગામ નજીક બાઇક ઉપર વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂના ૪૬ ચપલા લઇ નીકળેલ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ થી મોરબીવાળા રોડ ઉપર બ્રાહમણી નદીના પુલના સુંદરગઢ ગામ બાજુના છેડેથી યામાહા એફ.ઝેડ. બાઇક રજી. જીજે-૩૬-પી-૪૪૮૦માં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી વિષ્ણુભાઇ ટપુભાઇ ઝાસલીયા ઉવ-૨૬ રહે-મોરબી-૨ મહાકાળી ઓઇલ મીલ પાછળ વીસીપરા, નીશાંત ભુપતભાઇ દંતેસરીયા ઉવ-૧૮ રહે-મોરબી ઘુંટુ ગામ જનકપુર ચોકમાંવાળાને વિદેશી દારૂની નાની બોટલ નંગ ૪૬કકિ.રૂ.૪,૬૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે હળવદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા યામાહા બાઇક સહિત ૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બંને આરોપી તથા તપાસમાં ખુલે તેની વિરુદ્ધ પ્રોહી હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!