Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાંથી ત્રણ બોટલ દારૂ અને નવલખી બંદર નજીક કારમાંથી બે ડબલા બિયર...

મોરબીમાંથી ત્રણ બોટલ દારૂ અને નવલખી બંદર નજીક કારમાંથી બે ડબલા બિયર સાથે બે યુવાનો ઝડપાયા

મોરબી શહેર અયોધ્યાપુરી રોડ પર આવેલ આસ્વાદપાન વાળી શેરીમાંથી ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે નીકળેલ શખ્સને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કર્યાવહી હાથ ધરી હતી. આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે નવલખી પોર્ટ તરફ જતા રોડ પર આવેલ જુમ્માવાડી પાસેથી કારમાંથી બે બિયરના ટીન સાથે કાર ચાલકને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા સીરાજભાઇ ઉમરભાઇ ખોખર (ઉ.વ.૧૯ રહે.મોરબી, મહેનદ્રપરા)ને પોલીસ અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી ભારતીય બનાવટની વીદેશી દારૂની 50-50 બ્લુ વ્હીસ્કીની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900નો જથ્થો ઝડપાયો હતો. વેચાણ અર્થે રાખેલ દારૂની બોટલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત નવલખી પોર્ટ તરફ જતા રોડ પર આવેલ જુમ્માવાડી પાસેથી પસાર થતી સુઝુકી સ્વીફટ રજી નં- GJ-36 L 4746 કી.રૂ 1.50,000ની તલાસી લેતા કારમાંથી બિયરના બે ટીન ઝડપાયા હતા. આથી પોલીસે કાર ચાલક ઇકબાલભાઇ હાજીભાઇ મોવર (ઉ.વ.૨૫ રહે.ખીરઈ તા.માળીયા) ને કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!