Thursday, January 16, 2025
HomeGujaratહળવદ રેલવે ટ્રેક પર બે દુર્ઘટનામા ટ્રેન અડફેટે બે યુવાનના કમકમાટીભર્યા મોત...

હળવદ રેલવે ટ્રેક પર બે દુર્ઘટનામા ટ્રેન અડફેટે બે યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા

હળવદ રેલવે ટ્રેક પર અલગ-અલગ બે બનાવોમાં બે યુવાનના કમકમાટીભર્યા મોત નિપજતા હળવદ પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. જેને લઈને પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ રેલવે ટ્રેક પર સુખપર પાસે ગત રાત્રીના સમયગાળા દરમિયાન ધસમસતી આવતી ટ્રેનની અડફેટે અચાનક યુવક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘટનામાં ટેલીફોન એક્સચેન્જ ટ્રેન અડફેટે યુવાન કાળનો કોળિયો બની ગયો હતો.આ અકસ્માત ની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ની ઓળખ  સત્યવીરસિંહ કુસવા (ઉ.વ.37 મૂળ રહેવાસી આગ્રા યુપી) જે હળવદ રેલવેમાં કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત બીજા યુવક ની ઓળખ  પરેશભાઈ ધનશંકરભાઈ મહેતા (ઉં.વ. 32 રહે. દિવ્ય પાર્ક.હળવદ) તરીકે થઈ હતી. પોલીસ એ બંને ની  લાશનો કબજો મેળવી રેલવે પોલીસ તથા હળવદ પોલીસે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!