Friday, April 19, 2024
HomeGujaratMorbiરંગપર બેલા રોડ ઉપર ડમ્પરે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ...

રંગપર બેલા રોડ ઉપર ડમ્પરે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા

મોરબીના રંગપર બેલા રોડ ઉપર ગત સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો, બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવી બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર બેલા રોડ આવેલ મહાદેવ હોટલથી આગળ ગત સાંજે 7 વાગ્યાની આસપાસ બે યુવાનો ડબલ સવાર બાઈક પર પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે આ ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, આ બનાવને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ બનાવ અંગે તાલુકા પોલીસ જમાદાર આર.બી.વ્યાસે જણાવ્યું હતું કે, બન્ને યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે. જેમાંથી એક યુવાન અહીંની મહાદેવ હોટલના માલિકનો પુત્ર હોવાનું જાણવા મળે છે, આ યુવાન આજે બાઇકમાં બીજા યુવાનને બેસાડી હોટલ માટેનો સમાન લઈને હોટલ તરફ પરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ડમ્પર ત્યાંજ રેઢું મૂકીને ફરાર થઈ ગઈ ગયો હતો. હાલ બન્ને મૃતકોની ઓળખ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં રાજસ્થાનના બે યુવાનોના મોતથી તેમના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!