મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરનો પૈસાની હારજીતનો જુગાર રમતા સીરાજભાઇ અલ્લારખાભાઇ પીપરવાડીયા ઉવ.૪૭ રહે.ઇદ મસ્જીદ રોડ મચ્છીપીઠ મોરબી તથા આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ ઉવ.૪૪ રહે.મકરાણીવાસ સબજેલ પાછળ મોરબીને ઝડપી લેવાયા હતા. પોલીસે બંને આરોપી પાસેથી જુદા જુદા દરની કુલ રૂ.૨૪૦/-ના ચલણી નોટના મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






