મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગઈકાલ સાંજે પીએસઆઈ ની બદલીઓના આદેશ કરાય હતા જેમાં ભૂલથી ટાઈપિગ મિસ્ટિક થઈ જતાં પીએસઆઈ ની જગ્યાએ પીઆઈ થઈ જતાં ગોટાળો થયો હતો.
મોરબી પોલીસ અધીક્ષક દ્વારા મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જેમાં લીવ રિઝર્વમાં ફરજ બજાવતા એસ.વી. રામાણીની I.U.C.A.W મોરબી (એટેચ – મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન), આર.પી. જાડેજાની રીડર ટુ વી.પો. અધીક્ષક મોરબી, વાય. વી.વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાં, એસ.એમ. મેકવાનની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, એચ.વી.સોમૈયાની મોરબી ટ્રાફિક શાખામાં, એચ.આર જાડેજાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ડી. ડી. જોગેલાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન મોરબી એટેચ અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એટેચ તરીકે ફરજ બજાવતા એન.બી.ડાંગરની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે લીવ રિઝર્વ માં રહેલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ડી. કે.જાડેજા ની પીઆઈ તરીકે ટાઇપિંગ મિસ્ટિક થઈ જતાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે તેવો લેખિત ઓર્ડર જાહેર થયો હતો જો કે બાદમાં તપાસ કરતા આ ડી કે જાડેજા પીએસઆઈ જ છે જેમાં ભલથી પીઆઈ લખાઈ ગયુંછે.જો કે હાલ મોરબી બી ડિવિઝન પોલીસમથકના ઇન્ચાર્જ પીઆઇ કે.એમ. છાસિયા છે .
ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા દ્વારા હજુ પીઆઈ ના આદેશ કરવામાં આવેલ નથી ત્યારે આગામી સમયમાં પીઆઈ ની આંતરિક બદલીઓ પણ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.