Friday, September 20, 2024
HomeGujaratઉલટા ચોર કોટવાલ કો ડાંટે:જાહેરમાં ગાળો બોલવાની ના પાડનાર કિશોરને ઢીબી નાખ્યો

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે:જાહેરમાં ગાળો બોલવાની ના પાડનાર કિશોરને ઢીબી નાખ્યો

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અને આવા અસામાજિક તત્વો શહેર અને જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લાનાં ટંકારાના છતર ગામે અમુક અસામાજિક તત્વોએ એક ૧૭ વર્ષીય કિશોરને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે ટંકારા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, છતર દેવીપુજક વાસમાં રહેતો કિષ્ના રાજેશભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય કિશોરે ગત ૦૧/૧૦/૨૦૨૨ નાં રોજ પોતાના ઘરે હતો. ત્યારે પ્રવિણ દેવજીભાઈ પરમાર, યુવરાજભાઈ ભાઇલાલ પરમાર અને સોહન ભુપતભાઇ પરમાર નામના ત્રણ શખ્સો ત્યાંથી પસાર થતી વેળાએ અપશબ્દો બોલી રહ્યા હોવાથી કિશોરે તેને ઠપકો આપી તમો ગાળૉ ન બોલો અહી બહેન દિકરી ઓ નીકળતી હોય તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ કિશોરને ઢોર માર મારી છાતી તેમજ પેટ અને માથાના ભાગે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવને લઈ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!