Wednesday, January 8, 2025
HomeGujaratસતત દસ વર્ષ થી અણનમ: શકત શનાળા ખાતે ઓમશકિત ગ્રુપ દ્વારા માતા...

સતત દસ વર્ષ થી અણનમ: શકત શનાળા ખાતે ઓમશકિત ગ્રુપ દ્વારા માતા નાં મઢ જતા પદયાત્રીઓ માટે આધુનિક અને સુસજજ સેવા કેમ્પનું ભવ્ય આયોજન

ઓમ શક્તિ ગ્રુપ દ્વારા આગામી તા.૨૪ થી શકત શનાળા ગામે માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

- Advertisement -
- Advertisement -

મોરબીના ઓમ શકિત ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી માતાના મઢ કચ્છ ચાલીને જતાં પદયાત્રીઓની સેવા કેમ્પ મોરબીના શકત શનાળા ગામે સગંમ વોટર પાર્ક, હુડાઈ શો રૂમની બાજુમાં યોજવામાં આવે છે. જેમાં પદયાત્રીઓને ચા-પાણી, રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો લાભ લેવા ઓમ શક્તિ ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરાઇ છે….

મોરબીના ઓમ શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિતે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજીના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી દૂર દૂરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાના દરબારમાં શીશ ઝુકાવવા માટે જાય છે. ત્યારે મોરબીના શકત શનાળા ગામે સગંમ વોટર પાર્ક, હુડાઈ શો રૂમની બાજુમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 24 સપ્ટેમ્બરથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા કચ્છ આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ચા-પાણી, રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો પદયાત્રિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.ઓમ શકતી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે. દિગુભા ઝાલા-96389 77777, યુવરાજ સિંહ ઝાલા-92282 00002, ધર્મેન્દ્રસિંહ ઝાલા-96017 99999, પ્રદીપસિંહ ઝાલા-94272 36700,હરેન્દ્રસિંહ ઝાલા-90169 22222 પદયાત્રીઓ ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો નંબરો ઉપર સંપર્ક કરી શકશે તેમ પણ ઓમ શક્તિ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!