Wednesday, January 22, 2025
HomeGujaratવાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં નરાધમ કાકા અને તેના મિત્રને દસ વર્ષની કેદ

વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં નરાધમ કાકા અને તેના મિત્રને દસ વર્ષની કેદ

દુષ્કર્મ કેસમાં એક આરોપી નાસતો ફરતો હોય એક જ ગુન્હામાં બે અલગ-અલગ ચાર્જ શીટ : ભોગ બનનારને 10.50 લાખનું વળતર

- Advertisement -
- Advertisement -

મોરબી : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને મોહજાળમાં ફસાવી પિતાના કૌટુંબિક માસીયાઈ ભાઈએ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ આ સગીરાનું અપહરણ કરાવી તેના મિત્રને સોંપી દેતા એ નરાધમે પણ ભોગ બનનારને અંકલેશ્વર સહિતના સ્થળે લઈ જઈ શારીરિક શોષણ કરવાના ચકચારી કેસમાં આજે મોરબીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા બન્ને આરોપીઓને દસ-દસ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2017માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને ઘરે અવાર નવાર આવતા તેણીના કાકા એટલેકે સગીરાના પિતાના માસીયાઈ ભાઈ એવા જીવરાજ ઉર્ફે હકો નાથાભાઈ સારદીયા રે.કણકોટ વાળાએ મોબાઈલ ફોન ખરીદી આપી લગ્નની લાલચ આપી એકલતાનો લાભ લઈ અવાર નવાર બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને સગીરા ઇન્કાર કરે તો મારી નાખવાની ધમકી આપી શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતું.ત્યાર બાદ આ શખસે સગીરાને ફોન કરી જન્મનું પ્રમાણપત્ર અને ફોટો લઈને બહાર બોલાવી આરોપી જીવરાજ ઉર્ફે હકો અને તેનો મિત્ર મુકેશ ખીમા દેવીપૂજક,રે.રાતીદેવડી બન્ને સગીરા પાસે પહોંચ્યા હતા અને સગીરાને હકાએ કહ્યું હતું કે આ મારો મિત્ર છે અને તારે તેની સાથે લગ્ન કરવાના છે તેથી તું તેની સાથે જા પરંતુ ભોગ બનનારે આમ કરવાની ના પાડતા મારી નાખવાની ધમકી આપી સગીરાનું મોટરસાયકલ ઉપર અપહરણ કર્યું હતું.

બીજી તરફ સગીરાના અપહરણ બાદ આરોપી મુકેશ ખીમા દેવીપૂજક સગીરાને લઈ કુવાડવા પહોંચી ગયો હતો અને ત્યાંથી લકઝરી બસમાં અંકલેશ્વર લઈ ગયો હતો અને ત્યાં એક રૂમ રાખી મુકેશ દેવીપૂજક દરરીઝ સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો અને બાદમાં મુકેશ દેવીપૂજક સગીરાને બસમાં બેસાડી ફરી તેણીને કુવાડવા લાવ્યો હતો. દરમિયાન ભોગ બનનાર સગીરા તેના મામાના ઘરે પહોંચી હતી જ્યાં સઘળી હકીકત વર્ણવતા તેના પિતાએ હિંમત આપતા આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો હતો.

આ ચકચારી કેસમાં પોલીસે સગીરાના કૌટુંબિક કાકાને દબોચી લીધો હતો જો કે ભોગ બનનારને અંકલેશ્વર લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર મુકેશ નાસ્તો ફરતો હતો અને એકાદ વર્ષ બાદ ઝડપાતા આ કેસમાં નામદાર અદાલત સમક્ષ બે અલગ-અલગ ચાર્જશીટ રજૂ થયા હતા જે અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો અદાલત સમક્ષ ચાલી જતા ફરિયાદ પક્ષે 22 સાહેદ અને 40 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને બચાવપક્ષ તથા સરકારપક્ષની દલીલ બાદ સ્પેશિયલ જજ એમ.કે.ઉપાધ્યાય સાહેબે બન્ને આરોપીઓને પોક્સો કેસમાં જુદી-જુદી કલમો મુજબ તકસીરવાન ઠેરવી દસ -દસ વર્ષની કેદ ઉપરાંત આરોપીઓને 22,500નો દંડની સજા ફટકારી છે અને જો દંડની રકમ ન ભરે તો વધારાની કેદની સજાનો પણ આજે હુકમ ફરમાવ્યો હતો.

સમાજમાં દુષ્કર્મ જેવા અપરાધમાં કડક સજા આપવાની સાથે નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કમ્પૅન્સેશન હેઠળ રૂપિયા 10.50 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં સરકારપક્ષે સંજયભાઈ દવે રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!