Thursday, December 26, 2024
HomeGujarat"એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લા પોલીસની...

“એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લા પોલીસની કાર્યપદ્ધતિથી થશે વાકેફ

“એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે . જેનો હેતુ લોકો દેશના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક-બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે તેવો છે. જે અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લામા આવી પહોંચી છે, અહીં તેઓ મોરબી જિલ્લા પોલીસની કાર્યપદ્ધતિથી વાકેફ થશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમા જઇને સાંસ્કૃતીક સામાજીક વિવિધતાથી વાક થાય તથા રાજય પોલીસની કાર્યપધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો ગુજરાત રાજયની રાજકોટ રેન્જ ખાતે તા.૨૬/૦૬/૨૦૨૩ થી તા.૧૫/૦૭/૨૦૧૭ સુધી આવેલ છે. જે અંતર્ગત રાજકોટ રેન્જના મોરબી જીલ્લા ખાતે તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૬/૨૦૨૩ ચાર દિવસ પોલીસ માળખાથી અવગત થશે. જે અંતર્ગત ગઈકાલે તા.૦૪/૦૭/૨૦૨૩ ના છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો મોરબી જીલ્લા ખાતે આવતા છત્તીસગઢ રાજ્યના પોલીસ જવાનોનુ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી. દ્રારા જિલ્લામાં સ્વાગત કરી, ગુજરાત પોલીસની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપેલ ત્યારબાદ રીઝર્વ પી.આઇ. એસ.એમ. ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપધ્ધતીથી વાકેફ કરવામા આવેલ હતા. ત્યારબાદ એલ.સી.બી પી.આઇ. ડી.એમ. ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ ત્યારબાદ તમામ જવાનોને મોરબી જીલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” ની મુલાકાત કરાવવામા આવેલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી આપવામા આવેલ ત્યારબાદ બપોરના ભોજન લીધા બાદ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ એમ ચૌહાણ તથા લાઇઝીંગ ઓફિસર એમ.બી.સરવૈયા દ્વાર હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાકેફ કરવામા આવેલ જેમા હાજરી શાખા, એકાઉન્ટ શાખા,આર્મરર વર્કશોપ તેમજ કલોધીંગ શાખા તેમજ શત્રુગાર શાખા ખાતેના હથીયારોની માહિતી આપવામા આવેલ ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતેના ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ શાખા તેમજ એમ.ટી શાખાની કાર્યપધ્ધતીઓથી વાકેફ કરવામા આવેલ ત્યારબાદ એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલ ની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામા આવેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!