ટંકારા ગામ પંચાયત માંથી નગર પાલિકા બનતા રોડ રસ્તા, જાહેર શૌચાલય, બગીચા, પાણી સંપ પ્લાન, ફાયર બ્રિગેડ સહિતના તમામ માળખાકીય સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે. ત્યારે આજરોજ રોડ રસ્તાના કામો મંજૂર થયા આજરોજ ખાતમુહૂર્ત કરી શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમય વધુ 14 રોડ રસ્તા મંજૂર થયા ટેન્ડર પ્રક્રિયા કરી કામો કરાશે તેમજ 14 જેટલા સૌચાલયના કામો ગણતરીના દિવસોમાં શરૂ કરવામાં આવશે.
ટંકારા ગામ પંચાયત માથી નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ તમામ લિગલ પ્રકિયા કરી નવા વિકાસના કામોને વેગ આપવા માટે સરકાર દ્વારા ખાસ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાની આગેવાની હેઠળ વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રોડ રસ્તા, જાહેર શૌચાલય, બગીચા, પાણી, સંપ પ્લાન્ટ ફાયર બ્રિગેડ સહિતના અન્ય તમામ માળખાકીય સુવિધાઓ માટે માતબર રકમની ગ્રાન્ટ સરકારમાથી અપાવવામાં આવી છે. આજે ટંકારા શહેરના ચાર માર્ગ જેમાં નગરનાકાથી મેઈન બજારનો રોડ, હાઈવેથી પટેલ નગરનો રોડ, હાઈવેથી એમ ડી સોસાયટી રોડ, હાઈવેથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. તેમજ આગામી દિવસોમાં વધુ 14 રોડ મંજુર થયા છે જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ જે ઉપરાંત 14 જેટલા જાહેર શૌચાલયના કામો ગણતરીના દિવસોમાં શરૂ કરવા માટે પ્રકિયા ચાલુ છે. તેમ પણ જણાવવામાં આવ્યું છે.. જે કાર્યક્રમમાં ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયા, ચિફ ઓફિસર ગિરીશ સરૈયા, એન્જિનિયર વિવેક ગઢીયા, નાંમકિત અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી, કેશુભાઈ રૈયાણી, જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, ભાજપના અગ્રણી પ્રભુભાઈ કામરીયા, દિનેશભાઈ વાધરિયા, રશિક દુબરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ, તાલુકા પંચાયતના દંડક સલિમભાઈ અબ્રાણી, રમેશકુમાર કૈલા, સરપંચ એશોએશિયન પ્રમુખ મહેશભાઈ લિખિયા ગણેશભાઈ નમેરા વિરવાવગામના ઉપ સરપંચ ગણેશપર ગામના સરપંચ પ્રતિનિધિ સહિતના નગરજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….