Thursday, November 21, 2024
HomeGujaratગાંધીનગર કલેકટરના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર ટીમ દ્વારા એક મહિનામાં ૬૦ કેસ કરી...

ગાંધીનગર કલેકટરના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર ટીમ દ્વારા એક મહિનામાં ૬૦ કેસ કરી નવ કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

ગાંધીનગરના કલેકટર મહેલ દવે દ્વારા ખનિજ ચોરી કરતા ઈસમો સામે લાલ આંખ કરતા ભૂસ્તરની ટીમ દ્વારા આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક મહિના દરમિયાન ૬૦ કેસો કરી ૯ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેથી ગાંધીનગરમાં ખનિજ ચોરી કરતા ઇસમોની ખેર ન રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને ભૂસ્તર ટીમની સતર્કતાથી માત્ર એક મહિનામાં 60 કેસો દ્વારા નવ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર કલેકટરે ખનીજચોરી કરતા ઈસમો સામે લાલ આંખ કરતા ભૂસ્તરની ટીમ દ્વારા આકસ્મિક તપાસોનો દોર ચાલુ રાખવામાં આવ્યો હતો. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની જિલ્લા કચેરી ગાંધીનગરના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના થકી કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ રોકવા માટે સતત ચેકિંગની કામગીરી હાથ ધરી ગત માસ ઓક્ટોબર 2024 દરમિયાન ખનીજના બિનઅધિકૃત ખનન, વહન તથા સંગ્રહના કુલ 60 કેસો થકી આશરે નવ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમ 2017 હેઠળ રુપિયા 52.25 લાખ રકમની વસુલાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!