Tuesday, November 26, 2024
HomeGujaratટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વૃક્ષારોપણ કરાયુ

ટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વૃક્ષારોપણ કરાયુ

ચોમાસાની આગમન પહેલા તંત્ર દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત વુક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ ડી. જી. બાવરવા તથા ટંકારા તાલુકાના સુપરવાઇઝર હિતેશ કે પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી પર કેન્દ્ર સ્ટાફ ફાર્મસિસ્ટ, F.A, લેબટેક, CHO (સિદ્ધરાજ ગઢવી), MPHW (મિલન પડાયા) વોર્ડઆયા, વોર્ડ બોય સહિતના લોકો દ્વારા ઔષધિ છોડ જેવા કે તુલસી, અરડૂસી, લીમડો, આમળા, બોરસલી જેવા આશરે ૫૦ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. હાલ પ્રિ મોન્સુન કામગીરી ચાલી રહી હોય ત્યારે વરસાદી માહોલ વચ્ચે ઝાડ ઉછળી જાય એ પ્રકારનું આયોજન સાથે વૃક્ષોના જતન કરવાની જવાબદારી અધિકારીઓ અને કર્મચારીઓએ લીધી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!