Friday, January 10, 2025
HomeGujarat"તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસે બિનવારસી મળી આવેલ બે મોટર...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસે બિનવારસી મળી આવેલ બે મોટર સાયકલ તેના મુળ માલિકને સોંપ્યા

મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રજા ઉપયોગી કાર્ય કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા બિનવારસી બે મોટરસાયકલ તેના મુળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાથર્ક કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ખોવાયેલ/ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા ટંકારા પોલીસને સુચના મળેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ટંકારા મીતાણા ચોકડી અને લતીપર ચોકડીએ એમ બે બીનવારસી મોટરસાયકલ મળી આવેલ હોય જેના ચેચીસ નંબર ઇ-ગુજકોપથી સર્ચ કરતા મુળ માલીક (૧) ગંભીરસિંહ દોલતસિંહ સગર (રહે. હળમતીયા તા.-ટંકારા જી. મોરબી)નું મોટરસાઈકલ રજીસ્ટર નં-GJ36Q4859 એન્જીન નંબર HA 10AGK5M44848 ચેસિસ નંબર MBLHAWO92KSM51485 તથા (૨) યોગેશભાઈ જમનભાઇ પાનસુરીયા (રહે. સ્વાતીપાર્ક-૩ બ્લોક નં-૧૧૭ કોઠારીયા રોડ રાજકોટ)નું મોટરસાઈકલ રજીસ્ટર નં – GJ03FP3187 એન્જીન નંબર- JA12ABEG802551 ચેસિસ નંબર MBLIA 12ACEG801867 એમ કુલ બે મોટરસાઈકલને ટંકારા પોલીસ દ્વારા તેના મુળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!