મોરબી મહાનગરપાલિકા દ્વારા જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધી ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન રસ્તો બંધ રહેશે, જેથી વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની સુચના આપવામાં આવી છે. જાહેર જનતાને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તા.૧૮ ઓગસ્ટ સોમવારથી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે. મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જેમાં જુના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ રોડ, તથા વિજય ટોકીઝથી નવા ડેલા રોડ મારફતે વાહન વ્યવહાર કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કામગીરી દરમ્યાન ઉપરોક્ત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી સહકાર આપે. આ કામગીરી પૂર્ણ થતાં માર્ગ ફરીથી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે