મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હળવદ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.
હળવદ શહેર સહિત ગ્રામ્યપંથક ચરાવડા અને નવાધનાળા ગામે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં નવા ધનાળા અને ચરાડવામાં ચોમાસાની જેમ ભર ઉનાળે વાદળોની ગડગડાટી કડાકા ભડાકા અને ગાજવિજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર થતા ત્રણ ઋતુનો અહેસાસ સ્થાનિકોને થયો હતો. તેમજ વૈશાખી ગરમી વચ્ચે ઠંડકનાં માહોલ વચ્ચે વરસાદનો અનુભવ થયો હતો. તેમજ હળવદ પંથકમાં વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.