મોરબી ગ્રાહક કોર્ટના હુકમની તારીખ અને સહી સામે ઉઠ્યા સવાલ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતરના કેસમાં ગ્રાહક અદાલતના હુકમ સામે પીડિતો નારાજ થયા છે. અને નારાજ પીડિતોએ રાજ્ય કમિશનરના દ્વાર ખખડાવ્યા છે અને બે અરજી રાજ્ય કમિશનરમાં કરવામાં આવી છે. જ્યારે બાકીની અરજીઓ હવે કરવામાં આવશે તેમ પીડિતોના એડવોકેટે જણાવ્યું છે.
ઓક્ટોબર 2022માં મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજયા હતા. જે કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. વધુમાં આ કેસમાં 70 જેટલા મૃતકોના વળતર મુદ્દે ગ્રાહક અદાલતમાં 35 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા. જે મામલે પીડિતોના એડવોકેટ કિશનભાઈ દિનેશ કુમાર પંચાલે જણાવ્યું કે નામદાર ગ્રાહક અદાલતે કોર્ટને સિવિલમાં તબદીલ કરવાનો હુકમ કર્યો છે. તા.21/12/2024ના રોજ કોર્ટે હુકમ જાહેરમાં વાંચી સંભળાવ્યો હોવાનું કેહવામાંઆવી રહ્યું છે પરંતુ તે દિવસે મોરબી કોર્ટ બંધ હતી હુકમમાં તા. 26 ના રોજ કરેલ જજ પી.સી.રાવલ ની સહી છે જ્યારે આ દિવસે જજ પી.સી. રાવલ પણ હાજર ન હતા.જે હુકમને પડકારવા માટે રાજ્ય કમિશનમાં 2 કેસમાં અરજી કરી દેવામાં આવી છે. જેમાં આગામી તા.13 ફેબ્રુઆરીની મુદત પણ પડી છે. ત્યારે અન્ય બાકીના કેસની અરજી હવે કરીશું તેમ પણ પીડિતોના વકીલે જણાવ્યું છે.