Monday, October 7, 2024
HomeGujaratપૈસાની લેતી-દેતી મામલે મોરબીમાં સીરામીકના વેપારી પર અજાણ્યા શખ્સોનો હુમલો

પૈસાની લેતી-દેતી મામલે મોરબીમાં સીરામીકના વેપારી પર અજાણ્યા શખ્સોનો હુમલો

મોરબી: મોરબીમાં સીરામીકના ધંધા સાથે સંકળાયેલા વેપારીને પૈસાની લેતિદેતી મામલે રાજકોટના શખ્સે ધાકધમકી આપી અને અન્ય ત્રણ શખ્સોએ ધોકા વડે બેફામ માર મારી ઇજા પહોંચાડયાની મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ, મોરબી-૨,રામધન આશ્રમ સામે,ધર્મેન્દ્ર હાઈટસ નજીકથી ફરિયાદી કપીલભાઈ ભગવાનજીભાઈ અઘારા (ઉ.વ.૩૮) ધંધો-સીરામીક વેપાર હે.મોરબી-૨,મહેન્દ્રનગર,મહાકાલી તે૦૭/૦૯/૨૦૨૧ બપોરના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પાસર થઈ રહ્યા હતા તે વેળાએ આરોપી નરેશ ભરવાડ તથા સફેદ કલરની કાર નં.જી.જે.૦૩ એચ.કે. ૦૦૮૭ મા આવેલ અજાણ્યા ત્રણ ઈસમોએ લાકડીના ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આરોપી નરેશભાઈ ભરવાડ રહે.રાજકોટ વાળા પાસેથી કપિલભાઈએ વીસ લાખ રૂપીયા જુગાર રમવા લીધેલ હોય
જે રકમ પરત આપી દેવા છતા પણ ફરી.ના ફોનમા ફોન કરી પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય તથા કાર નંબર જી.જે.૦૩ એચ.કે. ૦૦૮૭ મા અજાણયા ત્રણ માણસો મોકલી કપિલભાઈને રસ્તામા રોકી લાકડીના ધોકા વડે માથામા તથા શરીરે બેફામ માર મારી માથામા ગંભીર ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!