પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી આશરે ઉ.વ. 1 થી 2 વર્ષનું અજાણ્યુ નાનુ બાળક મળી આવેલ છે. જેના માતા પિતા અંગે કોઈને જાણકારી મળે અથવા આ બાળકને કોઈ ઓળખતા હોય તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નં 02822 230188 ઉપર અથવા રાજદીપસિંહ રાણા (ASI) મો.નં. 9106590301 ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.