Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેરના જામસર ગામે લાકડી,દોરડાથી માર મારતા અજાણ્યા પરપ્રાંતીય શખ્સનું મોત

વાંકાનેરના જામસર ગામે લાકડી,દોરડાથી માર મારતા અજાણ્યા પરપ્રાંતીય શખ્સનું મોત

વાંકાનેર તાલુકાના જામસર ગામે ૨૪ જૂનના રોજ એક અજાણ્યો પરપ્રાંતીય શખ્સ ચડો અને બનીયાન પહેરીને આવ્યો હતો. જે ગામમાં આવેલ અલગ અલગ ઘર તથા વાડીએ આવેલ ઘરના દરવાજા ખખડાવી મહિલાઓ સામે અણછાજતા ઈશારાઓ કરતો હોય ત્યારે ગામ લોકોએ તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હોય પરંતુ તે કઈ ભાષા સમજતો ન હોય અને ગામની મહિલાઓ સામે જોઇને ઇશારા કરી કઈક બોલતો હોય જેથી ગામના બે શખ્સો દ્વારા તેને લાકડી અને દોરડાથી માર મારતા પરપ્રાંતીય શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે હાલ વાંકાનેર તાલુકા પોલીસે જામસર ગ્રામ પંચાયત સરપંચની ફરિયાદના આધારે ગામના બે આરોપી સામે હત્યા નીપજાવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મૃતક અજાણ્યા પરપ્રાંતીય શખ્સના વાલી વારસની શોધખોળ શરૂ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના જામસર ગ્રામ પંચાયતના સરપંચ પથુભાઇ ભનુભાઇ દેલવાડીયા ઉવ.૪૬ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરીયા તથા અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા બંને રહે.જામસર તા.વાંકાનેર જી.મોરબી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૪/૦૬ના રોજ જામસર ગામમાં એક અજાણ્યો શખ્સ ચડો અને બનીયાન પહેરીને આવ્યો હોય ત્યારે તે શખ્સ ગામમાં અને વાડી વિસ્તારમાં આવેલ ઘરના દરવાજા ખખડાવતો હોય અને એકલી મહિલાઓ સામે ઇશારા કરી ન સમજાય તેવી ભાષામાં કઈક બોલતો હોય ત્યારે જામસર ગામની સીમમાં આવેલ વાડી ખેતરમાં અમુક મહિલાઓ એકલી હતી તેની સામે એકધારું જોઈ કઈક ઇશારા કરી રહ્યો હતો જેથી બાજુની વાડીમાં રહેતા પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયાએ તેને ત્યાંથી ચાલ્યા જવા સમજાવ્યો હતો પરંતુ તે ત્યાંથી જતો ન હોય જેથી પ્રભુભાઈએ તેને લાકડીથી આડેધડ માર મારી ત્યાંથી ભગાડી મૂક્યો હતો, ત્યારબાદ પરપ્રાંતીય શખ્સ આગળ બીજા ખેતરમાં કામ કરતી મહિલાઓ સામે જોઈ ફરી કઈક ઇશારા કરતો હોય જેથી અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા ત્યાંથી પસાર થતા તેઓએ પરપ્રાંતીય શખ્સને દોરડાથી માર મારતા તે બેભાન થઈ ઢળી પડ્યો હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવતા જેણે પરપ્રાંતીય શખ્સને જોઈ તપાસી મરણ જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૨ સહિત ગુનો નોંધી બંને હત્યારા આરોપીની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!