હળવદ ખાતે અમુલ ફર્નિચર શો રૂમ પાછળ નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રીનું ડુબી જવાથી મોત થયું હતું. મૃતદેહ સરકારી હોસ્પિટલ હળવદ ખાતે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતમોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
હળવદ શહેર નજીક અમુલ ફર્નિચર શો રૂમ પાછળ આવેલા નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે ૩૨ થી ૩૫ વર્ષની ઉમર ધરાવતી આ અજાણી સ્ત્રીના પિતાનું નામ કે ચોક્કસ સરનામું જાણી શકાયું નથી. મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ જાહેર કરતા હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.