Friday, January 10, 2025
HomeGujaratહળવદ તાલુકાના 135 આંગણવાડી કેન્દ્રોમાં યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું

હળવદ તાલુકાના 135 આંગણવાડી કેન્દ્રોમાં યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું

હળવદ તાલુકાના 135 આંગણવાડી કેન્દ્રમાં છોકરાના યુનિફોર્મ 3098 અને છોકરીઓના 2,971 યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

ગણવેશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં આંગણવાડી કુલ ૧૮,૦૦૦થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓના હસ્તે ગણવેશ તથા હાઇજીન કીટ પણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હળવદ તાલુકાના આઇસીડીએસ વિભાગ દ્વારા તાલુકામાં ચાલતા આંગણવાડી કેન્દ્રો માં આઇસીડીએસ વિભાગ રાજ્ય સરકાર તરફથી આંગણવાડી કેન્દ્રો ઉપર આવતા બાળકો ને યુનિફોર્મ વિતરણની સુચના મળતા હળવદ તાલુકાના ૧૩૫ આંગણવાડી કેન્દ્રોમાં યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું જેમાં હળવદ તાલુકાના ૧૩૫ આંગણવાડી કેન્દ્રમાં છોકરાના યુનિફોર્મ ૩૦૯૮ અને છોકરીઓના ૨૯૭૧ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ગરીબ મધ્યમવર્ગીય પરિવારોના ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ છે. રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર રાજય ગુજરાત છે. રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. મોરબી જિલ્લાના ૧૮૦૦૦ થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરાશે.

આ પ્રસંગે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે આંગણવાડી કેન્દ્ર ઉપર રાજકોટ જોન નાયબ નિયામક અંકુર વૈધની હાજરીમાં તાલુકા સી.ડી.પી.ઓ. મમતાબેન રાવલ, આંકડા મદદનીશ એ.એમ.સંઘાણી તેમજ નવા ઘનશ્યામ ગઢ ગામના સરપંચ રમેશભાઈ સુરાણી વગેરેની ઉપસ્થિતિમાં યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટાફ અને નાના બાળકો અને તેના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાયૅકમને સફળ બનાવવા આંગણવાડી કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!