22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી મોરબી સહિત સમગ્ર દેશ હાલ રામ મય બની રહ્યો છે. શહેર અને રાજ્યોની સ્કુલોમાં પણ રામ જન્મોત્સવ માટે કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીના એક શિલ્પકારે માત્ર ત્રણ સેન્ટીમીટરના ચોક ઉપર શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા સાથે હનુમાનજીની મૂર્તિઓ બનાવી પોતાનો ભક્તિભાવનો પરિચય આપ્યો છે.
સમગ્ર દેશમાં રામલલ્લા ને લઈને અનોખી ભક્તિ જોવા મળી રહી છે. મોરબીના શિલ્પકાર કમલેશ નાગવડિયાએ પોતાની કલા કારીગરીથી માત્ર ત્રણ સેન્ટીમીટરના ચોક ઉપર કોતરણી કરી શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા સાથે હનુમાનજીના સુંદર શિલ્પ બનાવ્યા છે. યુવકે સોયથી કોતરણી કરી ભગવાન ની સુંદર મૂર્તિ બનાવી છે. કમલેશભાઈએ આ રીતે મૂર્તિઓ બનાવી શિલ્પકળામાં પોતાની આવડત અને અનુભવની સાથે ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ પ્રસ્તુત કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, કમલેશ નાગવડિયાને અગાઉ ગુજરાત સારવાર દ્વારા ગુજરાત સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસની મહેનત બાદ કમલેશ નગવાડિયા નામના યુવાને બનાવેલ મૂર્તિના ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે.