આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજોગો એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. આજે જેની તેજસભાઈ બારાનો જન્મદિવસ છે. જેઓએ પોતાનો જન્મ દિવસ અનોખી રીતે વૃદ્ધોની સેવા કરી મનાવ્યો હતો.
જેની તેજસભાઈ બારાએ જણાવ્યું હતું કે, તેઓએ તેમનાં જન્મદિવસે શ્રવણ સેવા સાથે મળીને નિ:સહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પહોંચાડ્યું છે. અને તેમના આશિર્વાદ મેળવ્યા છે. જેને લઈ શ્રવણ સેવા બારા પરિવારના પ્રયત્નોની સરાહના કરે છે. અને જેની બારાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરે છે. આજે મોરબીની શ્રી ભગવતી મંડપ સર્વિસના તેજસ મહેન્દ્રભાઈ બારા કે જેઓ લોહાણા સમાજના અગ્રણી, મોરબીના રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ તથા રઘુવંશી યુવક મંડળ મોરબીના સભ્ય તથા મોરબી ઇન્ડિયાન લીઓનેસ ક્લબના પ્રેસિડેન્ટ નયનાબેન મહેન્દ્રભાઈ બારા કે જેઓ જેનીના દાદી થાય છે. તેઓ તરફથી જેની તેજસભાઇ બારાના જન્મ દિવસ નિમિતે તેમના દાદા મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા, પપ્પા તેજસભાઇ મહેન્દ્રભાઈ બારા, મમ્મી રિદ્ધિબેન તેજસભાઇ બારા સહિતનાઓએ જીવનના યાદગાર દિવસે આશિર્વાદ મેળવ્યા છે.