જયારે આખું વિશ્વ પાર્ટી પ્લોટમાં ડી.જે. નાં તાલે મોજ મજા કરી રહ્યું હોય અને નવા વર્ષને આવકારવા થનગની રહ્યું હોય ત્યારે મોરબી શહેર ભાજપ મહામંત્રી દ્વારા 31st ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભા પોતાનાં યજમાન પદે યોજી સમાજના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા વિચારણા કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયાએ થર્ટી ફર્સ્ટ ની ઉજવણીનાં ભાગરૂપે સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભા પોતાનાં યજમાન પદે યોજી હતી અને સમાજના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા નવગામ સતવારા સમાજની વાડી ખાતે અનોખી રીતે ભારતીય સંસ્કૃતિનિ ધરોહરથી સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે ગુજરાત ભરના દાનવીર ભામાશાઓને ભેગા કરી નવા સભ્યોની નોંધણીનાં સફળ કાર્યક્રમનું આયોજન હાથ ધાર્યું હતું. જેમાં સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું યજમાન પદ આયોજિત કરીને ગુજરાતમાંથી સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના અઢીસોથી ઉપર સભ્યોની હાજરીમાં એક નવાં સોપાનનો ઉમેરો કર્યો હતો. જેમાં સમાજને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. અને જણાવ્યું હતું કે, આપણે સૌએ આપણી સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ, માતૃ દિવસ, પિતૃ દિવસ, લગ્ન દિવસની ઉજવણીનાં ભાગરૂપે શિક્ષણ ક્ષેત્રે દાન આપીને અનોખી રીતે કરવી જોઈએ. આ વાત પર ભાર મુકતા તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વધુને વધુ સમાજના લોકો સમસ્ત એજ્યુકેશન ટ્રસ્ટના કાયમી સભ્ય તરીકે નોંધાવાની શરૂઆત પોતાનાથી કરી અને ધર્મપત્ની ચંદ્રિકાબેન કંઝરિયાને પણ આજીવન સભ્ય બનાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા સતવારા સમાજના શિક્ષણના સેવા યજ્ઞમાં આહુતિ આપી હતી.